ભાયાવદરમાં 25 હજાર લોકોની વસ્તીને પીવાના પાણીની સારી સુવિધા મળે તેમજ વિકાસ માટે સરકાર દ્વારા નગરપાલિકાના પાણી પુરવઠા બોર્ડને અંદાજે 3.92 કરોડ રૂપિયાની મોટી વિશાળ રકમ ફાળવી છે
પરંતુ નિયમ મુજબ કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર મનમાની ચલાવી રહ્યા હોય તેમ પાંચથી છ ફૂટની ઉંડાઇએ ખોદકામ કરીને પાઇપ લાઇન પાથરવાને બદલે માત્ર દોઢથી બે ફૂટ ઉંડાઇએ જ લાઇન પાથરવાનું શરૂ કરી દેતાં લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
આ નવી પાણીની પાઇપ લાઈન મોજ ડેમ સાઈટથી લઈને આખા શહેરમાં પાથરવાની થાય છે અને તેના માટે રોડ રસ્તામાં 5 થી 6 ફૂટ ઊંડું ખોદકામ કરવાનું હોય છે.
પણ હાલમાં વડાળી રોડ થી સરદાર વલ્લભભાઈ પટેલ ચોક સુધીમાં લોટ પાણી અને લાકડા જેવો ઘાટ સર્જીને માત્ર 1 થી દોઢ ફૂટ જેટલું ખોદકામ કરીને તંત્ર દ્વારા તાબડતોબ આ નવી પાણીની પાઈપને જેમ તેમ ફિટ કરી દેવી હોય તેમ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.