કાર્ડ વગર ATM માંથી પૈસા ઉપાડો

જો તમે તમારું ડેબિટ કાર્ડ તમારી સાથે રાખવાનું ભૂલી ગયા હોવ અથવા તમને ડર હોય કે તમારું કાર્ડ ચોરાઈ જશે, તો પણ તમે ATM કાર્ડ વિના પણ સુરક્ષિત વ્યવહારો કરી શકો છો.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને YONO કેશ દ્વારા ડેબિટ કાર્ડ વિના ATM માંથી રોકડ ઉપાડવાની સુવિધા પૂરી પાડી છે.

YONO કેશ દ્વારા, તમે SBI ATM માંથી પૈસા ઉપાડી શકો છો. આ સુવિધા 2019માં શરૂ થઈ હતી અને હવે તેને વધુ સારી બનાવવામાં આવી છે. આ સેવા દેશભરમાં 16,500થી વધુ SBI ATM પર ઉપલબ્ધ છે.

નજીકના SBI ATM પર જાઓ, ‘YONO Cash’ વિકલ્પ પસંદ કરો, ટ્રાન્ઝેક્શન નંબર, રકમ અને PIN દાખલ કરો. ATM માંથી રોકડ રકમ નીકળી જશે. ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી તમને SMS અને એપમાં નોટિફિકેશન મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *