RTOનું ચલણ પરિવહનની વેબસાઈટ પરથી જ ભરવું, નકલી લિંક-APK ફાઈલથી ડેટા ચોરીનું જોખમ

આરટીઓ ચલણ ભરવાના નામે સાયબર માફિયાઓ નકલી લિંક્સ અને APK ફાઈલો દ્વારા લોકોનો ડેટા ચોરી રહ્યા છે. રાજ્યમાં આવા ફ્રોડનો ઘણા લોકો ભોગ બન્યા છે અને નકલી લિંક પર ક્લિક કરવાથી નાણાકીય નુકસાન થયું છે. વાહન વ્યવહાર વિભાગ અને આરટીઓ અધિકારીઓએ લોકોને અજાણ્યા નંબરોની લિંક્સ અને APK ફાઈલો પર ક્લિક ન કરવાની અપીલ કરી છે.

વાહન વ્યવહાર વિભાગે જાહેર કરેલી સૂચનાઓમાં જણાવ્યું છે કે, રાજ્યના વાહનચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઈટના ‘e-challan’ પોર્ટલ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જઈને જ ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં, RTO દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી. જો કોઈ સોશિયલ મીડિયા માધ્યમ, થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા અનધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *