સીએટ કંપનીના નામે રાજકોટમાં નકલી ટ્યૂબ બનાવી વેચાણ થતું’તું

રાજકોટના જીઆઇડીસી ઔદ્યોગિક વસાહતમાં આવેલા કારખાનામાં ટૂ વ્હિલરની ટ્યૂબ બનાવી સીએટ કંપનીના નામે તેનું વેચાણ થતું હોવાનો ભાંડોફોડ થયો છે. પોલીસે દરોડો પાડી રૂ.11.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારખાનાના માલિકની શોધખોળ શરૂ કરી હતી.

હરિયાણામાં રહેતા અને દિલ્હીમાં પ્રાઇમ આઇપીઆર કંપનીમાં નોકરી કરતાં સુશીલકુમાર રમેશકુમાર ચૌહાણે (ઉ.વ.38) થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રોયલ રબ્બર નામના કારખાનાના માલિકનું નામ આપ્યું હતું.

આ બનાવ અંગે સુશીલકુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપનીમાં પોતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે નોકરી કરે છે, તેમની કંપનીને માહિતી મળી હતી કે, રાજકોટના આજી જીઆઇડીસી વિસ્તારમાં મીરા ઉદ્યોગમાં આવેલા રોયલ રબ્બર નામના કારખાનામાં CEAT કંપનીની ટ્યૂબ કોપીરાઇટ થાય છે. જેથી સુશીલકુમાર રાજકોટ દોડી આવ્યા હતા અને થોરાળા પોલીસને સાથે રાખી રોયલ રબ્બર ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો.

પોલીસ પહોંચી ત્યારે કારખાનામાં કોઇ નહોતું, પરંતુ તપાસ કરતાં રૂ.5,44,500ની 1650 ટ્યૂબ મળી આવી હતી અને તેના પેકિંગ માટે બેગ બનાવવામાં આવી હતી તે રૂ.5.67 લાખની 56700 બેગ મળી આવી હતી, આમ પોલીસે કુલ રૂ.11,31,500નો મુદ્દામાલ કબજે કરી કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી રોયલ રબ્બર નામના કારખાનાના માલિકની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *