ધરાર મિત્રતા રાખવાનું કહી વિધર્મીએ ઘરમાં ઘૂસી યુવતીને ફડાકા ઝીંક્યા

રાજકોટના કોઠારિયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ મિત્રતા તોડી નાખવા છતાં સેઝાન યાકુબભાઈ જેઠવા નામના શખ્સે પરાણે મિત્રતા રાખવા અવાર-નવાર કોલ કરી તેના ઘરમાં ઘૂસી ગાળો દઈ નિર્લજ્જ હુમલો કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં યુવતીએ પોલીસને જણાવ્યું કે, તે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરે છે.

અગાઉ તેને જેની સાથે મિત્રતા હતી તે આરોપી સેઝાન તેને અવાર-નવાર કોલ કરતો હતો, પરંતુ તે કોલ ઉઠાવતી ન હતી. યુવતીએ આરોપીને અગાઉ મિત્રતા રાખવી નથી તેવું કહી દીધું હોવા છતાં તે પરાણે મિત્રતા રાખવા કોલ કરી દબાણ કરતો હતો. બાદમાં સાંજે તે ઘરે આવી હતી ત્યારે પણ આરોપીના તેના ફોનમાં ઘણા બધા કોલ્સ આવ્યા હતા.

થોડીવાર બાદ જોતા આરોપીએ તેના ઘર નીચે ઊભો હતો. બૂમાબૂમ કરી ફોન ઉપાડ નહીંતર હું તારા ઘરની અંદર આવું છું. તેમ બોલવા લાગ્યો છતાં તેણે કોલ ન ઉપાડતા તેણે બૂમો પાડવાનું બંધ ન કર્યું. જેથી યુવતીએ એક વખત કોલ ઉઠાવી આરોપીને ઘરની બહાર ઊભો રહે તેમ કહ્યું. તેમ કહેવા છતાં આરોપી ત્યાંથી ગયો નહીં.

બાદમાં ઘરમાં ઘૂસી યુવતીનો ફોન ઝૂંટવી લઈ તેને તમાચા ઝીંકી દીધા હતા. આ સમયે તેના માતા વચ્ચે પડતાં આરોપીએ તેને પણ ધક્કો મારી બૂમાબૂમ કરવા લાગતા આરોપીના હાથમાંથી ફોન ઝૂંટવી લઈ યુવતીએ તેના માનીતા ભાઈને બનાવની જાણ કરી. તેને પોલીસને બોલાવતા પોલીસે શખ્સને થાણે લઈ જઈ તેની સરભરા કરી હતી. છેલ્લા ઘણા સમયથી વિધર્મી યુવાનના ત્રાસથી યુવતીઓ પરિવાર ભયના માહોલમાં જીવતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *