ઘરમાંથી 95 લાખ ચોરી મિત્ર સાથે ગોવા જવાનો પ્લાન કર્યો

ભુજના ધનાઢ્ય બિલ્ડર પરિવારના એક સગીર દીકરાએ ઘરમાંથી 95 લાખની ચોરી કરી હતી. ત્યારબાદ આ રૂપિયા લઈને તે તેના મિત્ર સાથે ગોવા જવાનો પ્લાન કર્યો હતો. જેમાં પૈસા હોવાથી તેનો મિત્ર પણ તૈયાર થઈ ગયો હતો. પહેલા તેઓ ભુજથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી ગોવા જવાના હતા. આ વચ્ચે પોલીસ પકડી લેશે તેવા ડરે તેઓએ ટિકિટ કૅન્સલ કરાવી કોલકાતા જવા નીકળ્યા હતા.

બીજી તરફ સગીરના પરિવારજનો તેને શોધતા હતાં. ઘટનાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં સગીર અને તેના મિત્રને એરપોર્ટના બોર્ડીંગ ગેટ ખુલવાના હતા ને બોર્ડિંગ ગેટ અટકાવીને પકડી લીધા હતાં. આ ઓપરેશનમાં આખી રાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ભુજ પોલીસ કામ કરી રહી હતી.

ઘરમાંથી 95 લાખ ચોરી ગોવાનો પ્લાન બનાવ્યો ભુજ શહેરમાં રહેતા પરિવારનો દીકરો સાહિલ (નામ બદલ્યું છે) પોતાના મિત્ર સમીર (નામ બદલ્યું છે) સાથે ઘરેથી નીકળી ગયો હતો. સાહિલનો પરિવાર ભુજમાં ખૂબ જ શ્રીમંત પરિવાર કહેવાય છે. સાહિલને ઘરમાં લાખો રૂપિયા હોવાની જાણ હોવાથી તાજેતરમાં ઘરમાંથી 95 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ રૂપિયા લઈને તે સમીર સાથે ઘરેથી નીકળી ગયો હતો. આટલા બધા રૂપિયા લઈને ક્યાંય જવું એના કરતાં તેને ભુજમાં એક જગ્યાએ આ રૂપિયા મૂક્યા હતા. ત્યારબાદ તેણે ટ્રાવેલ એજન્ટ મારફતે ગોવા જવાની ટિકિટ કરાવી હતી. સાહિલ અને સમીર બંને ગોવા જવા માટે અમદાવાદથી જવાના હતા, જેથી તેઓ અમદાવાદ આવીને એક હોટેલમાં રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *