લાઈટની સ્વિચ અડતી વેળાએ વીજકરંટ લાગતાં તરુણીનું મોત

વરસાદી માહોલમાં વીજકરંટ લાગવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. શહેરના કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસે દેવનગરના ઢોળા નજીક 14 વર્ષીય તરુણીનું ઘેર વીજકરંટથી મોત નીપજ્યું છે. લાઈટની સ્વિચ અડતી વેળાએ વીજકરંટ લાગતાં ઘટના સર્જાઈ હતી.

કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસે દેવનગરના ઢોળા નજીક રહેતા ગોપાલભાઈ ધામેચાની 14 વર્ષીય પુત્રી રાધિકાનું ઘરે લાઈટની સ્વિચ અડતી વેળાએ વીજકરંટ લાગી જતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં તેણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાં સારવાર લીધા પૂર્વે તેણીનું મોત નીપજ્યું છે. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પરિવારજનોએ પોલીસને જણાવ્યા અનુસાર, રાધિકા ઘર નજીક આવેલી સરકારી શાળામાં ધો.8માં અભ્યાસ કરતી હતી અને તેણી તેના ચાર ભાઈ બહેનમાં બીજા ક્રમાંકે હતી. લાઈટની સ્વિચ અડતી વેળાએ વીજકરંટ લાગતાં તેણીનું મોત નીપજ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *