રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ભણવા આવતા આફ્રિકન વિદ્યાર્થીઓએ ભણતરના નામે રતનપર, ગવરીદળ, હડાળા સહિત આજુબાજુના ગામડાં અને રાજકોટના સીમાડાને ડ્રગ્સના દૂષણ અને કૂટણખાનામાં ફેરવી દીધો છે.
આ વિસ્તારમાં આફ્રિકન વિદ્યાર્થીઓ ભાડે મકાન રાખીને રહે છે અને દિવસ-રાત્રે દારૂ-ગાંજાનું સેવન કરે છે. તેમજ નશાની હાલતમાં બહાર નીકળીને બીભત્સ વર્તન કરે છે અને ગ્રામજનોને હેરાન કરે છે. જેથી ગ્રામજનો અહીં રહી પણ નથી શકતા અને સહી પણ નથી શકતા.
તેમજ વાર-તહેવારે પણ આ વિદ્યાર્થીઓ ઝઘડા કરીને ગ્રામજનોની ધાર્મિક લાગણી પણ દુભાવે છે.
કૂતરાં, ભૂંડ, ઉંદરડાને તેઓ જાહેરમાં જ કાપીને હાથમાં પકડીને નીકળે છે રતનપરમાં રામમંદિર આવેલું છે જે પ્રાચીન છે અને દેશભરના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં રામમંદિર આવેલું હોવાને કારણે ગામની અંદર કે હાઈવે પર આવન-જાવન બન્ને બાજુ બે કિલોમીટરના એરિયામાં એક પણ ઈંડાંની લારીને ઊભા રહેવાની મંજૂરી આપી નથી.