દુષ્કર્મ પીડિત સગીરાની ઓળખ છતી કરનારા મહિલા વકીલ સામે ગુનો દાખલ

ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં દુષ્કર્મનો ભોગ બનનાર તથા હનીટ્રેપનાં ગુનામાં કાયદાનાં સંઘર્ષમાં આવેલી સગીરાનું મીડિયામાં નામ જાહેર કરવા, તેની સમાજમાં ઓળખ જાહેર કરવા અંગે સગીરાનાં પિતાએ ફરિયાદ કરતાં રાજકોટના મહિલા વકિલ સામે ગોંડલ તાલુકા પોલીસમાં પોક્સો અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ ગુના નંબર- ૧૧૨૧૩૦૧૬૨૫ -૦૩૧૪/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮, ૬૧(૨), ૫૪ મુજબનો ગુનો દાખલ થયો છે. જેમાં આરોપી તરીકે એક સગીરા કાયદાના સંઘર્ષમાં આવી હતી અને તેમજ રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના નંબર ૧૧૨૦૮૦૫૦૨૫૦૪૩૪/ ૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨), ૬૪(૧) તથા પોક્સો કલમ ૪.૮ મુજબનો ગુનો ગઈ તા.૦૩/૦૫/૨૦૨૫ ના રોજ દાખલ થયો છે.આ ગુનામાં ઉપરોક્ત સગીરા ભોગ બનનાર હતી.

અત્રે પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ગુના અંતર્ગત પોલીસે સગીરાના પિતાની હાજરીમાં તેણીની અટકાયત કરી તેને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ, રાજકોટ ખાતે મોકલી આપવામાં આવી હતી. બાદમા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ દ્વારા સગીરાને વડોદરા ખાતે બાળ સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવી હતી. જો કે જે તે સમયે સગીરા જ્યારે બાળ સુધારણા ગૃહમાંથી છુટી ત્યાર બાદ તેઓના વકિલ ભુમીબેન પટેલે સગીરા પાસે મીડિયામાં એક ઇન્ટરવ્યુ કરાવ્યો હતો અને ભૂમિબેને પોતે પણ મીડિયા સમક્ષ સગીરાના નામનો ઉચ્ચાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *