ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે ગાઝાના એકમાત્ર હોલી ફેમિલી કેથોલિક ચર્ચમાં ટેન્ક ફાયરિંગમાં ત્રણ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.
હકીકતમાં, ગુરુવારે ગાઝામાં ફેમિલી કેથોલિક ચર્ચ પર ઇઝરાયેલી ટેન્ક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને એક પાદરી સહિત દસ અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો સવારે લગભગ 10:30 વાગ્યે (સ્થાનિક સમય) થયો હતો.
આ ચર્ચમાં સેંકડો વિસ્થાપિત લોકોએ આશ્રય લીધો હતો. નેતન્યાહૂએ આ અંગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. નેતન્યાહૂએ કહ્યું કે આ હુમલો ભૂલથી થયો હતો, જેમાં ચર્ચ પર એક શેલ પડ્યો હતો.
નેતન્યાહૂએ કહ્યું, “દરેક નિર્દોષ જીવનું નુકસાન એ એક ભયંકર નુકસાન છે.” ઇઝરાયેલી સેના IDFએ પણ તપાસ પછી કહ્યું કે શેલનો ટુકડો આકસ્મિક રીતે ચર્ચ પર પડ્યો. સેનાનો દાવો છે કે તેણે નાગરિકો અને ધાર્મિક સ્થળોને નુકસાનથી બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા.
ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે ગાઝા શહેરમાં લશ્કરી કાર્યવાહી દરમિયાન શેલનો ટુકડો આકસ્મિક રીતે ચર્ચ પર પડ્યો હતો. આ ઘટનાની તપાસ ચાલી રહી છે.