સેવાભાવી જીવરાજ ભાઈ હિરપરાનું અવસાન થતા પરિવારજનોએ તેમના ચક્ષુદાન કરવા ધોરાજી માનવ સેવા યુવક મંડળના ભોલાભાઈ સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વેસેટીયન, મેડીકલ ટીમના દીપક પારઘી, નીતિન ચુડાસમા વગેરેએ પોતાની સેવા બજાવી હતી.
આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા, ભોળા સોલંકીએ હિરપરા પરિવારની સેવાઓને બિરદાવી હતી, ધોરાજી, આજુબાજુના વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન, સ્કિન ડોનેશન, અંગોના દાન અંગે ધર્મેન્દ્ર બાબરિયા ૯૮૯૮૭ ૦૧૭૭૪, ભોલાભાઈ સોલંકી ૯૮૯૮૭ ૧૫૭૭૫, સરકારી હોસ્પિટલ ધોરાજી ૦૨૮૨ ૪૨૨૦૧૩૯ પર સંપર્ક કરવા જણાવાયું છે. યુવક મંડળને ૩૬૭મું ચક્ષુદાન મળેલ હતુ.