આટકોટ હાઇવે પર આજે દબાણોનું ડિમોલિશન કરાશે

રાજકોટ ભાવનગર હાઈવે પર આટકોટ આસપાસની દુકાનો કે જેના માલિકોએ ઓટલા બહાર કાઢયા છે કે છાપરા વધુ લંબાવ્યા હોય તેમને ઓળખીને નોટિસ પાઠવી દેવાઇ છે અને ન હટાવનારના દબાણો તંત્ર પોલીસને સાથે રાખીને હટાવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તંત્રે અગાઉ દબાણકારોને ત્રણવાર ચેતવણીદર્ષક નોટિસ આપી છે છતાં દબાણ યથાવત્ રહ્યા છે.

રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ જૂના બસ સ્ટેન્ડ પાસે હાઈવે પર કરાયેલાં દબાણને હટાવી લેવા માટે અગાઉ પણ અનેક વાર નોટિસ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ તેને ધ્યાને ન લેનારા દુકાન માલિકોના દબાણોને હવે દુર કરવામાં આવશે.

જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા આખરી નોટિસ પાઠવી દેવામાં અવી છે અને તે મુદત આવતીકાલે તા.16ના રોજ પૂર્ણ થઇ રહી છે. અમુક દુકાનદારોએ જાતે જ સમજીને દબાણો, ઓટલા હટાવી લીધા હતા અને પતરા પણ દુર કરી દીધા હતા. જે લોકોએ નોટિસ અવગણી છે તેમના દબાણો આજે તંત્ર હટાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *