બિલ્ડરના બેંક ખાતામાંથી પૂર્વ ભાગીદારે 15 લાખ ટ્રાન્સફર કરાવવાનો કર્યો પ્રયાસ

શાપરમાં રહેતા બિલ્ડર બાબુભાઇ કરશનભાઇ કાકડિયા (ઉ.વ.72)એ ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પૂર્વ ભાગીદાર સરકારી સ્કૂલના શિક્ષક ભરત મગનલાલ ઠુમ્મર અને રંગીત કરશન વઘાસિયાના નામ આપ્યા હતા. બાબુભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલમાં પોતે ખેતી સંભાળે છે 2008માં તેમના મિત્ર ગિરીશભાઇ માથુકિયા સાથે ભાગીદારીમાં બાંધકામનું કામકાજ શરૂ કર્યુ હતું.

ઉંમરને કારણે રાજકોટ આવવું શક્ય નહોય બેંકનો વ્યવહાર ભરત ઠુમ્મરને આપ્યો હતો. ચેક બુક સહિતના દસ્તાવેજો ભરત પાસે રહેતા અને ભરત જરૂર પડે ત્યારે બાબુભાઇ પાસે જઇ ચેકમાં સહી કરી લાવતો હતો. ભાગીદારી છૂટી થઇ ત્યારે ઉપરોક્ત બેંક એકાઉન્ટમાં રૂ.15 લાખ પડ્યા હતા અને લાંબા સમયથી બેંકમાં કોઇ વ્યવહાર કર્યો નહોતો.

થોડા દિવસ પહેલા બાબુભાઇ બેંકે કામ સબબ જતા તેમને જાણવા મળ્યું હતું કે, બેંક ખાતામાં અગાઉ દર્શાવાયેલો તેમનો મોબાઇલ નંબર બદલાવી નાખવામાં આવ્યો હતો તેમજ રંગીત વઘાસિયા નામના શખ્સે ઇ-મેલ એડ્રેસ પણ બારોબાર અપડેટ કરાવ્યું હતું. ત્યારબાદ તા.1 માર્ચ 2025ના બાબુભાઇની નકલી સહીવાળો રૂ.15 લાખની મતા લખેલો ચેક બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો જોકે બાબુભાઇના બેંક ખાતાના કેવાયસી અપડેટ થયા નહીં હોવાથી તે રકમ તેમના ખાતામાંથી ઉપડી નહોતી. રૂ.15 લાખ બારોબાર હજમ કરવાના થયેલા પ્રયાસ અંગે ફરિયાદ નોંધાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *