આટકોટ પાસે વરસાદે તંત્રની કામગીરી પર પાણી ફેરવી દીધું, ફરી ઠેર ઠેર ખાડા

આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે પર બસ સ્ટેશન થી કાનાણી કોમ્પલેક્ષ સુધી બે દીવસ પહેલાં જ તંત્ર દ્વારા રોડ પર પડેલાં ખાડા ને બુરવાની કામગીરી કરી હતી જેમાં મોરમ નાખવામાં આવી હતી અને માથે રોલ ફેરવવામાં આવ્યો હતો પણ વરસાદ થતાં તંત્રની કામગીરી પર પાણી ફરી ગયું હતું અને તેમની મોરમ તણાય ગઇ હતી અને ફરી વાર હાઈવે પર મસ મોટા ખાડા પડી ગયા છે અને વાહન ચલાવવું ભારે કસોટી સમાન બની રહ્યું છે.

વાહનો ધીમે ધીમે ચલાવવું પડે છે તેમાં ટુ વ્હીલર ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે ત્યારે તંત્ર એ બે દીવસ પહેલાં જ ખાડા પર મોરમ નાખી હતી અહીં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો નથી, પાણી ભરાઇ જાય છે જે તંત્રને દેખાતું નથી.

વરસાદી પાણી ન ભરાય તો ખાડાનો કાયમી ઉકેલ આવે બાકી ચોમાસામાં તો હજારો વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા વહેલી તકે આવાં ખાડા નું નિરાકરણ કરવું જોઈએ તેવી માગણી ફેલાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *