સુપેડી પાસે ST બસ સાથે બાઇક ટકરાતાં યુવાનનું મોત નીપજ્યું

ઉપલેટાથી ધોરાજી રોડ ઉપર સુપેડી ગામ પાસેથી એક્ટિવા પર પસાર થઇ રહેલા બે યુવાનને એસટી બસના ચાલકે ઠોકરે લેતાં બાઇક સવારો નીચે પટકાયત હતા જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ઇજા થતાં તેને તાબડતોબ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેની હાલત સ્થિર ગણાવી હતી.

જ્યારે મૃતકને પીએમ માટે ખસેડીને તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. ધોરાજીથી નવા કલારીયા જતી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 44 71 ના ચાલકએ સુપેડી પાસેથી પસાર થતા એક્ટીવા સવાર યુવાનો સાથે અકસ્માત કર્યો હતો જેમાં ઉપલેટાના આયન મુન્નાભાઈ ખેભરને ગંભીર ઇજા પહોંચી હતી અને તેને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું જ્યારે અલ્ફરાજ કરીમભાઈ પિંજારાને ગંભીર ઈજા થતાં જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની જાણ થતાં ડુમીયાણી ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ દ્વારા અકસ્માતમાં ઈજા પામનાર યુવાનને ઉપલેટા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ તેમના પરિવારજનોને ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા. વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *