ઉપલેટા, દ્વારકાધીશ સોસાયટીમાં આનંદ નગરમાં વાછરડા દાદા ના મંદિર પાસે જુગાર રમતો હોવાની બાતમી આધારે ઉપલેટાના પીઆઈ સહિતની ટીમ ત્રાટકી હતી અને 9 મહિલાને રૂપિયા 85,200 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જેમાં પ્રીતિ બા અર્જુનસિંહ જાડેજા ના મકાનમાં જુગાર રમાતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે નગરીશબેન ઓસમાણભાઈ લાખા રે જામકંડોણા, માંગુબેન ચંદુભાઈ નરેરા રે જામજોધપુર, રજીવાબેન રફીકભાઈ બુખારી રહે ઉપલેટા, મીનાબેન વસંતભાઈ ઉપલેટા, મંજુલાબેન નરેન્દ્રભાઈ જીલોકા રે ધોરાજી, સોનલબેન ધનજીભાઈ ઘેડીયા રે ઉપલેટા, પુષ્પાબેન મૂળભાઈ ભારાઈ રે ઉપલેટા, રાજીબેન બાબુભાઈ પરમાર રહે બારેજા તાલુકો પોરબંદર વાળાનો સમાવેશ થાય છે.