સામું કેમ જુએ છે,’ કહી વકીલ પર ત્રિપુટીનો ધોકા વડે હુમલો

શહેરમાં વાણિયાવાડી પાસેના ગોપાલનગરમાં રહેતા એડવોકેટ પર ઢેબર રોડ પાસે સામું જોવાના મામલે ઇનોવા કારમાં નીકળેલી ત્રિપુટીએ ધોકા વડે હુમલો કરી નાસી જનાર કારચાલકે વધુ એક વાહનને ઠોકરે લીધાની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

ઢેબર રોડ નજીક ગોપાલનગરમાં રહેતા ઇન્દ્રજિતસિંહ પૃથ્વીસિંહ મકવાણા (ઉ.27) નામના એડવોકટ સવારે તેનું મોટર સાઇકલ લઇને કોર્ટે જતા હતા ત્યારે ઢેબર રોડ પર મક્કમ ચોક પાસે ઇનોવા કારમાંથી એક શખ્સ નીચે ઉતરી મારી સામે કેમ જુએ છે ? જેથી ઇન્દ્રજિતસિંહે સામું જોવામાં કાંઇ વાંધો છે? કહેતા અન્ય બે શખ્સે કારમાંથી ઉતરી ઝઘડો કર્યો હતો અને કારમાંથી બેઝબોલના ધોકા કાઢી હુમલો કરતા લોકો એકઠા થઇ ગયા હતા. બાદમાં ત્રણેય શખ્સો ભાગવા જતા આગળના એક વાહનચાલકને ઠોકરે લઇ નાસી જતાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જેઠવા સહિતે ઇન્દ્રજિતસિંહની ફરીયાદ પરથી કારચાલક સહિત ત્રણ શખ્સ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

જ્યારે અન્ય એક ઘટનામાં મુંજકા ગામે રહેતા સોફ્ટવેર ડેવલોપર ધવલભાઇ નવીનચંદ્રભાઇ ચૌહાણ (ઉ.30) એ પાડોશમાં રહેતા પ્રશાંત ડાંગર સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતો પ્રશાંત તેના ઘર પાસે પાંચ વર્ષથી સ્વીટ ડિલાઇટ નામે બેકરી ચલાવતો હોય અને તેના ઘર સામેના પ્લોટમાં અન્ય બેકરી શરૂ કરવાનો હોય જેથી ધવલભાઇએ વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય જેથી રહેણાક વિસ્તારમાં બેકરી શરૂ ન કરવા માટે સમજાવતા તેને ઝઘડો કર્યો હતો. બાદમાં ધવલભાઇ તેની ઓફિસે હતા ત્યારે પીજીવીસીએલના મીટરનો ફોટો વોટ્સએપ કરવાનો હોય જેથી સીડી ઉતરી મીટર પાસે જતા હતા ત્યારે બેકરી સંચાલક પ્રશાંતે ધસી આવી તું અહીં શું કરે છે? કહી ઢીકાપાટુ વડે બેફામ મારકૂટ કરી નાસી ગયાનું જણાવતા એએસઆઇ મુકેશભાઇ સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *