ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. જે તારીખે તેમનું નિધન થયું તે 12-06-2025 છે. તારીખ અને મહિનો 12-06 થાય. 1206 એ વિજયભાઈનો ફેવરિટ નંબર હતો. તેમણે તેમની કાર, એક્ટિવાના વાહન નંબર 1206 જ રાખ્યા હતા. યોગાનુયોગ જુઓ કે, એ 12-06 તારીખે જ વિમાનમાં બેઠા ને પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું. બીજો યોગાનુયોગ એ છે કે વિજયભાઈની જન્મ તારીખ 2 ઓગસ્ટ હતી. તેમનો સીટ નંબર પણ 2D હતો. અહીં પણ 2ના અંકનો યોગાનુયોગ છે.
વિજયભાઈ રૂપાણીને 1206 નંબર પ્રિય હતો. તે કોઈપણ સારું કાર્ય કરવા માટે 12-06 તારીખ પસંદ કરતા. તેમના વાહનનો નંબર પણ 1206 રાખ્યો હતો. રાજકોટમાં કાર કે એક્ટિવા નીકળે તો લોકો 1206 નંબર વાંચીને સમજી જાય કે આ વિજયભાઈ રૂપાણીનું જ વાહન છે. એમની દીકરી લંડન રહે છે. તેમના પત્ની લંડન છે અને વિજયભાઈએ કહ્યું કે, હું થોડા કામ નિપટાવીને લંડન આવીશ. એમણે લંડન જવા માટે તારીખ પણ પસંદ કરી 12-06-2025. એમાં પણ 1206 નંબર હતો. પણ વિજયભાઈને ક્યાં ખબર હતી કે તેમનો આ ફેવરિટ નંબર અંતિમ દિવસની તારીખ બની રહેશે. જ્યારે ક્રેશ થયેલા પ્લેનના પેસેન્જરનું લિસ્ટ આવ્યું ત્યારે તેમાં વિજયભાઈનો પેસેન્જર નંબર હતો- 12!!
વિજયભાઈ રૂપાણી એર ઈન્ડિયાના જે પ્લેનમાં સફર કરી રહ્યા હતા તે પ્લેનમાં તેમનો સીટ નંબર 2D હતો. એટલે બિઝનેસ ક્લાસમાં સીટ નંબર 2 હતો. યોગાનુયોગ તેમની જન્મ તારીખ પણ 2 ઓગસ્ટ છે.