નવાગામમાં પિતા-પુત્ર અને બે પુત્રી પર પાડોશીનો પાઇપ વડે હુમલો

કુવાડવા ગામે શક્તિ સોસાયટીમાં રહેતા અને માલઢોરનું કામ કરતાં વૃદ્ધ અને તેના પુત્ર અને બે પુત્રી પર પાડોશીએ પાઇપ વડે હુમલો કરતાં ચારેયને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે. બનાવને પગલે પોલીસે તપાસ કરતાં પાડોશીની ભેંસ ખોવાઇ ગઇ હોય જે બાબતે હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

નવાગામમાં શક્તિ સોસાયટીમાં રહેતા વાલજીભાઇ માલકિયા તેમજ તેનો પુત્ર રમેશભાઇ, તેની પુત્રી બેનાબેન સુરેશભાઇ ઓળમિયા અને સોનલબેન તેના ઘેર હતા ત્યારે પાડોશમાં રહેતા રમેશભાઇ, તેના બે પુત્ર અને તેની પત્નીએ લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે હુમલો કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોલીસની તપાસમાં વાલજીભાઇ માલઢોરનો ધંધો કરતાં હોય તેના ગામમાં કેશુભાઇના બગીચા પાસે માલઢોર રાખવાના વંડામાં હતા ત્યારે પાડોશી રમેશભાઇ આવ્યા હતા અને મારી ભેંસ ખોવાઇ ગઇ છે તમે ક્યાંય જોઇ છે? જેથી વાલજીભાઇએ ના પાડતા તેને ઝઘડો કર્યો હતો બાદમાં ઘેર જતા રમેશભાઇ અને તેના બે પુત્ર અને તેની પત્નીએ ઘેર આવી હુમલો કર્યો હોય પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *