રૂ. 9.72 લાખ ભાડું અને 3 કાર પરત ન આપતા પોલીસ ફરિયાદ

વિતરાગ સોસાયટીમાં રહેતા અને ઘર પાસે ટૂર એન્ડ ટ્રાવેલ્સ ચલાવતા વિમલભાઇ નવનીતભાઇ ભાયાણીએ કાલાવડ રોડ પર બાલમુંકુદ સોસાયટીમાં રહેતા રજનીકાંત સુરેશભાઇ સારીખડા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, સને.2022માં કોરોનાકાળમાં વિમલભાઇ કાલાવડ રોડ પર માસ્ક વેચતા હોય ત્યારે તેને રજનીકાંત સાથે મુલાકાત થઇ હતી. બાદમાં અવારનવાર મળતા હોય મિત્રતા થઇ હતી અને એકબીજાના ઘેર આવતા જતા હતા. બાદમાં રજનીકાંત મારા ઘેર આવ્યા હતા અને વાત કરી કે મારે સાઇડ ચાલે છે અને તેમા કારની જરૂર છે જો તમારી કાર ભાડે આપો તો હું તમને એક દિવસના રૂ.1100 આપીશ જેથી મે મારી કાર ભાડે આપી હતી.

બાદમાં કારનું ભાડું આપતા હોય અને ત્રણેક માસ બાદ મારે વધુ એક કાર જોઇએ છે અને તેનું ભાડું તમને રૂ.1500 આપીશ તેમ કહેતા મારા જામનગર રહેતા ભાઇ પાસે કાર હોય તેને વાત કરી તેની કાર આપી હતી. ત્યાર બાદ વધુ એક કાર માંગી અને કટકે-કટકે છ કાર ભાડે રાખી હોય અને આ બધી કાર મારા સગા સંબંધી અને મિત્રો પાસેથી લઇને ભાડે આપી હોય બાદમાં રજનીકાંતે ભાડું આપવાનું બંધ કરી દીધું હોય અને અવારનવાર ભાડા બાબતે બહાના બતાવતો હતો જેથી તેને છ કાર પરત માંગી હતી જે છ કાર પૈકીની ત્રણ કાર પરત આપી હતી અને કુલ ભાડું રૂ.9.72 લાખ તેમજ કાર પરત નહીં છેતરપિંડી કરી હોવાનું જણાવતા પીએસઆઇ ગોહિલ સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *