બાઇકસવાર સમડીએ વૃદ્ધાના ગળામાંથી રૂ.1.38 લાખની માળાની ચીલઝડપ કરી

શહેરમાં બાઇકસવાર સમડી ફરી સક્રિય થઇ હોય તેમ તાજેતરમાં જ શીતલ પાર્કમાંથી વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કર્યા બાદ મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે પતિના મોટરસાઇકલ પાછળ બેસીને જતાં વૃદ્ધાના ગળામાંથી રૂ.1.38 લાખની સોનાની માળાની ચીલઝડપ કરી બાઇકસવાર સમડી નાસી જતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેસકોર્સ પાસેની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા લાભુબેન મનુભાઇ કોરિંગા (ઉ.76) તેના પતિ મનુભાઇના મોટરસાઇકલ પાછળ બેસીને કાલાવડ રોડ પર કેકેવી હોલ પાસે તેના ભત્રીજા કાન્તીભાઇના ઘેર બેસવા જતા હતા. દરમિયાન મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે પહોંચતા પાછળથી ધસી આવેલા બાઇકસવાર શખ્સે વૃદ્ધાના ગળામાં ઝોંટ મારી વૃદ્ધાના ગળામાંથી રૂ.1.38 લાખની સોનાના રેડિયમવાળી માળાની ચીલઝડપ કરી નાસી ગયો હતો. બનાવને પગલે પતિએ મોટરસાઇકલ થંભાવી બૂમાબૂમ કરી હતી. જેથી લોકો એકઠા થઇ ગયા હતા પણ બાઇકસવાર હાથ આવ્યો ન હતો. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ મથકના એએસઆઇ પરમાર સહિતના સ્ટાફે લાભુબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી બાઇકસવાર સમડીને પકડી લેવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *