પોલીસ પર હુમલો કરવાના ગુનામાં ફરાર શખ્સ ઝબ્બે

શહેરમાં વેપારીનું અપહરણ, ખંડણી અને પોલીસ પર હુમલો કરવાના ગુનામાં ચાર માસથી ફરાર જામનગર રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતા કુખ્યાત શખ્સને એલસીબીની ટીમે નાનામવા સર્કલ પાસેના આવાસના ક્વાર્ટરમાંથી ઝડપી લઇ તેની આકરી પૂછતાછ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૂખડિયાપરાનો નામચીન માજિદ ઉર્ફે ભાણુ સહિતની ટોળકીએ મહિલાના મકાન પર પથ્થરમારો કરી ધમાલ મચાવી હતી. બનાવમાં પહોંચેલ બે પોલીસમેન પર હુમલો કરી સરકારી વાહનોમાં તોડફોડ કરી ફરજમાં રુકાવટ સહિતના ગુનામાં તેમજ યુનીવર્સિટી રોડ પર વેપારીનું કારમાં અપહરણ કરી રૂખડિયાપરામાં લઇ જઇ મારકૂટ કરી ખંડણી માગી હોવાના ગુનામાં છેલ્લા ચાર માસથી ફરાર જામનગર રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતો ઇશાભા રિઝવાન દલ નાનામવા પાસેના આવાસના ક્વાર્ટરમાં છુપાયો હોવાની માહિતીને આધારે એલસીબી ઝોન-2ના પીએસઆઇ જેન્તીભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડી ઇશાભા દલને ઝડપી લીધો હતો. બનાવમાં પ્ર.નગર પોલીસે આરોપીની ધરપકડ કરી છેલ્લા ચાર માસથી આરોપી ફરાર હોય તે દરમિયાન કોને-કોને મદદ કરી ? તે સહિતની પૂછતાછ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *