સગીરાને શખ્સે બદઇરાદે મિત્રની ઓફિસે લઈ જઈ અડપલાં કર્યાં

શહેરના રૈયા વિસ્તારમાં રહેતા 42 વર્ષના મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તૌકિર રહેમાન ભાડુલાનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે સવારે તેની 14 વર્ષની પુત્રી ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ ગઇ હતી, કલાકો વીતવા છતાં પુત્રી પરત નહીં આવતા સગીરાના પરિવારજનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી ત્યાં જ સગીરાના પરિવારજનો પર ફોન આવ્યો હતો અને તેમની પુત્રી પોતાની પાસે હોવાનું કહેતાં પોલીસ અને સગીરાના પરિવારજનો ત્યાં દોડી ગયા હતા.

માતા-પિતાએ સગીરાની પૂછપરછ કરતાં સગીરાએ કહ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામથી તૌકિર રહેમાન ભાડુલા સાથે પરિચયો થયો હતો અને છ મહિનાથી બંને વાતચીત કરતાં હતા, રવિવારે તૌકિર સગીરાના ઘર નીચે પહોંચ્યો હતો અને ત્યાંથી સગીરાને પોતાના મિત્રની ઓફિસે લઇ ગયો હતો, ત્યાં સગીરા સાથે બીભત્સ અડપલાં શરૂ કર્યા હતા. જોકે પોલીસે સગીરાની શોધખોળ શરૂ કર્યાની જાણ થતાં તૌકિરે સગીરાને તેના બહેન બનેવી પાસે મૂકી દીધી હતી. પોલીસે તૌકિરને ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *