મોટી લાખાવડમાં 404 લાખના ખર્ચે બનેલા સુખભાદર નદી પરના પુલનું લોકાર્પણ કરાયું

વીંછિયા તાલુકાના મોટી લાખાવડ ગામના નિનામા રોડ વિસ્તારની સુખભાદર નદી પરના નવનિર્મિત પુલનું રૂ.404.26 લાખના ખર્ચે લોકાર્પણ કરાયું હતું. આ તકે મંત્રી બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સુખભાદર નદી પરનો આ પુલ બે તાલુકાને જોડે છે.

18 મીટરના 6 ગાળાનો આર.સી.સી.ગર્ડરનો મેજર બ્રિજ બી.યુ.એસ.જી., કાર્પેટ અને સીલ કોટના ત્રણ લેયરમાં બનાવવામાં આવ્યો છે. ઉપરાંત, એપ્રોચ રોડમાં નદી બાજુ પ્રોટેક્શન વોલ, સાઇડ સોલ્ડર માટીકામ સહિતની કામગીરી કરાઈ છે. વધુમાં ગામના આ પુલ તરફ જતા કોઝ-વેનું કામ રૂ.1 કરોડના ખર્ચે પૂર્ણ કરવાના આવશે. ચોમાસુ શરૂ થાય તે પહેલા રસ્તાના રીપેરિંગ કામ, તળાવો, ચેકડેમો અને કેનાલોના કામ પૂર્ણ કરવામાં આવશે. જેથી ગામના નાગરિકોને યોગ્ય સુવિધાઓ મળી રહેશે. વિંછીયા માર્કેટિંગ યાર્ડથી અમરાપુર જવાના રસ્તામાં દેખાતી ટાંકીઓનું પાણી ગોમા ડેમમાંથી ઉપલબ્ધ કરવામાં આવશે. આ તકે લાખાવડના સરપંચ નયનભાઈ કાળુભાઈ, ઉપસરપંચ લાખાભાઈ વાલાણી, સરપંચ દેવરાજભાઈ, માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જયેશભાઈ રાઠોડ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બે તાલુકાને જોડતા 18 મીટરના 6 ગાળાનો બ્રિજ તૈયાર થઇ જતાં તેને લોકો માટે ખુલ્લો મુકી દેવાયો હતો. તસવીર : દીપક રવિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *