ઉપલેટામાં ખનીજનું ગેરકાયદેસર રીતે પરિવહન કરતા ચાર ટ્રક સીઝ

ઉપલેટામાં ગેરકાયદેસર પરિવહન કરતા ટ્રકને રોકી ચાલકો પાસેથી માલિકોની વિગતો મેળવીને તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉપલેટા-પાટણવાવ રોડ પર સમઢિયાળા પાસે 1 ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા સાદી રેતી ખનીજ અંદાજીત 15 ટન ની અંદાજીત કિંમત 75,000, ટ્રકની અંદાજીત કિંમત 9,00,000 મળી કુલ કિંમત 9,75,000 નો મુદ્દામાલ તેમજ સમઢીયાળા – ભીમોરા રોડ પર તલગણા પાસેથી 1 ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજ અંદાજીત 15 ટનની અંદાજીત કિંમત 75,000 તથા ટ્રકની અંદાજીત કિંમત 3,00,000મળી કુલ કિંમત 13,75,000નો મુદ્દામાલ, અન્ય 1 ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજ અંદાજીત 13 ટનની અંદાજીત કિંમત 65,000 તથા ટ્રકની અંદાજીત કિંમત 11,00,000 મળી કુલ કિંમત 11,65,000નો મુદ્દામાલ સીઝ કરી પોલીસને સોંપવામાં આવ્યો હતો, રાત્રિનાં ઉપલેટા-પાટણવાવ રોડ પર ભાદર નદીના પુલ પાસેથી પસાર થતા એક ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા સાદી રેતી ખનીજ અંદાજીત 13 ટનની અંદાજીત કિંમત 65,000, ટ્રકની અંદાજીત કિંમત 9,00,000 મળી કુલ કિંમત 9,65,000/- નો મુદ્દામાલ સીઝ કરી પોલીસને સોંપાયો, આમ અલગ અલગ 4 ટ્રકને ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા ઝડપી અંદાજીત કિંમત 44, 80, 000 નો મુદ્દામાલ સીઝ કરી પોલીસને સોંપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *