સાણથલીમાં રક્તદાન કેમ્પમાં દાતાઓ ઊમટી પડ્યા, 79 બોટલ રક્ત એકત્રિત

સાણથલીમાં ભાગવત સપ્તાહમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિપુલ સંખ્યામાં દાતાઓએ ઉમટીને હોંશભેર રક્તનું દાન કરી અમૂલ્ય ફરજ નિભાવી હતી. સાણથલીમાં સિરોયા પરિવાર જ્ઞાનયજ્ઞ શ્રીમદ ભાગવત્ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને ભારત પાકિસ્તાનનું યુધ્ધ ચાલુ હોય તેમાં સરહદે સૈનિકો અને લોકોને તાત્કાલિક રક્તની જરૂરિયાત ઉભી થાય તે માટે દેશના હિતાર્થે સ્વયંભુ રક્તદાન શિબિરમાં રક્તદાન કરીને દેશ હિત માં તમાંમ સમાજના યુવાન મિત્રો અને વડીલો માતા બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તનું દાન કર્યું હતું.

આ રીતે 79 જેટલી રક્તની બોટલ એકત્રિત થવા પામી હતી. જિલ્લા, તાલુકા અને CHC, PHC સાણથલી આરોગ્ય વિભાગ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક રકત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *