યુદ્ધ પહેલાં ગુજરાતના 18 જિલ્લામાં સાયરન વગાડી મોકડ્રિલ શરૂ

પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે(7 મે) મોકડ્રિલનું આયોજન કરાયું છે.

જેના ભાગરૂપે ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ સાંજે 4 વાગ્યે સાયરન વગાડી મોકડ્રિલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મોકડ્રિલ 8 વાગ્યા દરમિયાન યોજાશે. આ ચાર કલાક દરમિયાન વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ અપાશે. મોકડ્રિલ દરમિયાન સાયરનો વગાડાશે અને સાંજે સાડા 7.30થી 9.00 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાશે.

ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. દુશ્મન દેશના એર હુમલાની ખબરથી લોકો ગભરાઈ ગયા છે. આ લોકોને નિર્ભય બનાવી આરટીઓ હોમગાર્ડ વિભાગના જવાનોની મદદથી સેફ હાઉસ સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *