ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલી વાડીમાં યુવાને કૂવામાં ઝંપલાવીને મોત માગી લીધું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ધસી ગયો હતો અને યુવકના પરિવારને આ અંગે જાણ કરી યુવાને આપઘાત શા માટે કરી લીધો એ જાણવા તજવીજ શરૂ કરી છે.
વાડીમાં યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. રણજીત નટુભાઈ નામના 35 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવી દેતાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન યોગેશભાઈ ટીલાવત દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.