સાંઇબાબા સર્કલ પાસેના ગુલાબનગરમાં અમૃત ઉદ્યોગનગરમાં નીલ એન્જિનિયરિંગ નામનું ગન મેટલનું કારખાનું ચલાવતા દિલીપભાઇ વીરજીભાઇ સેરસિયાએ તેના કારખાનામાંથી બારીની ગ્રીલ તોડી
તસ્કરો 1.75 લાખની કિંમતની 250થી વધુ ડાયની ચોરી થયાની ફરિયાદ કરતા આજીડેમ પોલીસના પીઆઇ જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં તા.17ના રોજ કારખાનેદારના ભાણેજ નીકુંજભાઇએ રાત્રીના કારખાનું બંધ કરીને ઘેર ગયા હતા બાદમાં સવારે કારખાને જતા બારીના ગ્રીલ તૂટેલી હોય તપાસ કરતા કારખાનામાંથી રૂ.1.75 લાખની કિંમતની ગનમેટલની ડાય ગાયબ હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી કરી હતી. દરમિયાન ક્રાઇમબ્રાંચે એક મહિલા ચોરાઉ મુદામાલ વેચવા નીકળી હોવાની માહિતીને આધારે તેની પૂછતાછ કરતા તે અનિતા બૈજુભાઇ પટેલિયા હોવાનું જણાવતા અને તેની તલાસી લેતા ડાયના બાચકા મળી આવ્યા હતા. આજીડેમ પોલીસે ધરપકડ કરી રૂ.1.75 લાખની મતા કબજે કરી હતી.