જસદણ પંથકની પરિણીતાને છરીની અણીએ બે પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિચિત શખસે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વડોદ ગામના શખસને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પોતાના ઘરે એકલા હતા ત્યારે વડોદ ગામના માલા ભકા ચાવડા નામનો શખ્સ ઘરમાં ઘુસી જઈ છરી બતાવી તેણીના બંને પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ઘરે અવારનવાર દુષ્કર્મ આચર્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ પોલીસે માલા ભક્કા ચાવડા સામે દુષ્કર્મ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું રાજેશભાઈ રમેશભાઈ ચક (ઉ.વ.42) આજે વહેલી સવારે 4.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે સૂતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન થઈ ગયા હતા. ઘરના અન્ય સભ્યોએ તેમને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં, જયાં સારવાર દરમિયાન ઈમરજન્સી રૂમમાં ડો.કૃપાલી કોટડીયાએ રાજેશભાઈને મૃત જાહેર કર્યા હતાં. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફને જાણ કરાતા બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજેશભાઈ 2 ભાઈ અને 1 બહેનમાં મોટા હતાં તેમને નાણાવટી ચોકમાં નાઈટવેર કપડાની દુકાન છે તે ચલાવતા હતા. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.