રાજકોટમાં રહેતા યુવાન વિશાલભાઈ ભટ્ટ 365 દિવસ ભૂખ્યાને ભોજન, નિરાધારને આશરો અને ગરીબ બાળકોને રમકડાં, સ્કૂલ બેગ, પાણીની બોટલ સહિતની ચીજવસ્તુ આપે છે. આ યુવાન રોજ 400 લોકોની જઠરાગ્નિ ઠારે છે. એટલું જ નહિ જગ્યા ભાડે રાખીને નિરાધારને આશરો આપે છે. આ સિવાય રાજકોટની આંગણવાડીમાં 200થી વધુ બાળકોને સુવિધા મળી રહે તે માટે રમકડાં સેટ, ફર્નિચર, ડિજિટલ સ્લેટ પહોંચ્યા છે અને આગામી દિવસોમાં હજુ અન્ય ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીમાં જરૂરી સાધન- સામગ્રી પૂરી પાડશે.
વિશાલભાઈ જણાવે છે કે, આંગણવાડીમાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકો અભ્યાસ માટે આવે છે અને તેને કોઈ વસ્તુની અછત ન થવી જોઈએ. આંગણવાડીમાં બાળકો રમકડાં સહિતની ચીજવસ્તુ જોઇને જો તે ત્યાં જાય તો તેઓને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે અને તેઓની નાનપણથી જ અભ્યાસ માટેની રુચિ વધે. જોકે જે વસ્તુ આપવામાં આવે છે તે પણ નવી જ હોય છે.