1650 ગોળી, 10 મિનિટ અને એક ભયાનક હત્યાકાંડની સ્ટોરી

અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડેની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. 3 મિનિટ 2 સેકન્ડનો આ વીડિયો તમારા રૂંવાડાં ઊભાં કરી દેશે. આ વખતે અક્ષય અમૃતસરમાં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડની સ્ટોરી લઈને રહ્યો છે, જે જાણી ચોક્કસથી તમારું લોહી ઊકળી જશે અને તમારી આંખો ભીની થઈ જશે.

જલિયાંવાલા બાગનું સત્ય ઉજાગર કરશે અક્ષય કુમાર ‘કેસરી ચેપ્ટર 2’માં અક્ષય કુમાર સી. શંકરન નાયરની ભૂમિકા ભજવે છે, જેમણે 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટિશ સામ્રાજ્ય સામે લડત આપી હતી. આ હત્યાકાંડમાં હજારો ભારતીયોને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા. આજે પણ તે બગીચાની દીવાલો પર ગોળીઓનાં નિશાન છે.

કેસરી ચેપ્ટર 2 – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ’ 15 દિવસ પછી સિનેમાઘરોમાં આવશે. એ 18 એપ્રિલ 2025ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. એનું ડિરેક્શન કરણ સિંહ ત્યાગી દ્વારા કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર સામે આર. માધવન દેખાશે, જે બ્રિટિશ સામ્રાજ્ય વતી કોર્ટમાં કેસ લડતો જોવા મળશે. અનન્યા પાંડેની ટ્રેલરમાં ઝલક જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *