જામીન પર છૂટ્યા છતાં ગુના કરતા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી

જામીન મેળવ્યાનાં સમય ગાળા દરમિયાન અન્ય ગુના આચર્યા હોય તેવાં ઇસમો સામે ઉપલેટા મામલતદારે દંડાત્મક કાર્યવાહી કરી છે રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારે દંડ કરી દંડની રકમ સરકારી તિજોરીમાં જમા કરાઈ છે. ઉપલેટા મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ નીખીલ મહેતાએ આવા અસમાજીક તત્વો સામે કાયદાનો દંડો ઉઠાવ્યો છે.

છેલ્લા એક વર્ષમાં સારી ચાલ-ચલગતના જામીન મેળવનાર ઇસમોએ જામીનના સમયગાળા દરમ્યાન ફરી ગુનો કર્યો હોય તેવા સંબંધિત પોલીસ સ્ટેશનનાં રીપોર્ટના આધારે ઉપલેટા તાલુકાના ઉપલેટા પોલીસ સ્ટેશન તળેના ૪ ઈસમને રૂ.૪૫૦૦૦/- તથા ભાયાવદર પોલીસ સ્ટેશન તળેના ૭ ઈસમને રૂ.૭૦,૦૦૦/- મળીને તે કુલ રૂ.1.15 લાખનો દંડ કરી ચલણથી સરકારની તીજોરીમાં ભરપાઈ કરાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *