આંબરડીમાં જીવનશાળાની હોસ્ટેલના ગૃહપતિ અને આચાર્યએે તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધ્નુ કૃત્ય આચર્યું

ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને અતિ ઉચ્ચ દરજ્જો આપણી સંસ્કૃતિમાં આપવામાં આવ્યો છે. ભારતીય પરંપરા તો ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં માનતી સંસ્કૃતિ છે અને માતા પિતા પછીનો દરજ્જો ગુુરુ કે શિક્ષકને આપવામાં આવે છે ત્યારે આ ગુરુજનો જો સંસ્કાર કે મર્યાદાની આમન્યા ઓળંગે તો સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે તે સવાલ પેદા થયા વિના રહે નહીં. આવી જ એક શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આંબરડી ગામની જીવનશાળાની હોસ્ટેલમાં બની છે અને હોસ્ટેલના ગૃહપતિ તેમજ શાળાના આચાર્યએ હોસ્ટેલમાં રહેતા એક 14 વર્ષના તરૂણની સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી છે. ગુરુ શબ્દને લાંછન લગાવનારા આ બન્નેએ સગીરને એક ખંડેર જેવા રૂમમાં લઇ જઇ ન કરવાનું કર્યું હોવાની ફરિયાદ નોંધાવાતાં ફીટકાર વરસી રહ્યો છે. પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોકસો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને બન્નેની ધરપકડ કરવાના ચક્ર ગતિમાન કર્યા છે.

રાજ્યમાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પર અત્યાચારનાં કિસ્સાઓ વધી રહ્યા છે. અમુક બાળકોના વાલીઓ પોલીસ મથકે ફરિયાદ કરવાની હિંમત કરે છે, જ્યારે અમુક કિસ્સામાં વાલીઓ સમાજમાં આબરૂ જવાના ડરે ફરિયાદ કરવાનું ટાળે છે. જસદણના આંબરડી ગામે આવેલ જીવનશાળાની હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાગડીયા અને આચાર્ય રત્ના રાઘવાણી સામે સગીરના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 14 વર્ષના વિદ્યાર્થીએ કિશન ગાવડિયા સામે લાજ, શરમ નેવે મૂકીને અત્યંત અભદ્ર વર્તન કર્યું હોવાનો આરોપ મૂક્યો છે, તરૂણે જણાવ્યું હતું કે તેને જર્જરિત રૂમમાં લઈ જઈને નગ્ન કરાતો અને બાદમાં ન કરવાના કૃત્ય કરવામાં આવતાં. આ અંગે તેણે અગાઉ આચાર્ય રત્ના રાઘવાણીને રજૂઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવાને બદલે એ પણ આ કૃત્યમાં સામેલ થઇ જતાં તરૂણે પોતાના વાલીએ આ સમગ્ર બીનાથી વાકેફ કર્યા હતા અને આખો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જસદણ પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોક્સો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ સહિતની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *