યોગેશ્વરપાર્કમાં યુવકનો ફાંસો ખાઇ આપઘાત

શહેરમાં કોઠારિયા રોડ નજીક બાબરિયા કોલોની પાસે યોગેશ્વર સોસાયટીમાં રહેતા યુવકે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યોગેશ્વર સોસાયટીમાં રહેતો સોનુ મનાઇભાઇ ગુપ્તા (ઉ.24) પોતાના ઘેર છતના હુકમાં રૂમાલ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

બનાવની જાણ થતા પાડોશના લોકોએ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ અજુડિયા સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક યુવક મૂળ યુપીનો હોવાનું અને હાલ તેના નાના ભાઇ સાથે રાજકોટ રહેતો હતો અને કારખાનામાં મજૂરીકામ કરતો હોવાનું પરિવારે જણાવતા પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *