શહેરમાં ભાવનગર રોડ નજીક માજોઠીનગરમાં રહેતી પાંચ વર્ષની બાળકીને વીજકરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રાેના જણાવ્યા મુજબ માજોઠીનગરમાં રહેતી ધારા વિજયભાઇ સાવલિયા નામની પાંચ વર્ષની બાળકી તેના ઘેર હતી ત્યારે લોખંડની સીડીને અડવા જતા તેને વીજકરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે જમાદાર જયેશભાઇ નિમાવત સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં મૃતક બાળકી ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હોવાની અને તેના પિતા હયાત ન હોય તેની માતાએ અન્ય લગ્ન કર્યા હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પોલીસની વધુ પૂછતાછમાં થોડાક દિવસ પહેલા માજાઠીનગરમાં ડિમોલિશન થયું હતું ત્યારે વિજયભાઇનું મકાન પણ અડધું તોડી પડાયું હતું. દરમિયાન મકાનમાં શોર્ટ સર્કિટ હોય સીડીને વાયર અડી જતા વીજકરંટ લાગ્યો હતો અને બાળકી સીડી સાથે ચોંટી જતા પાડોશીઓ દોડી ગયા હતા અને બાળકીને ઉખાડવા માટે જહેમત ઉઠાવી હોવાનુંબહાર આવતા પોલીસે કાર્યવાહી કરી છે.