કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 સ્માર્ટ સિટીઝ માટે CITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પ્રોગ્રામ નક્કી કરવામાં આવેલો છે. તેમાં ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધી પ્રોજેક્ટ રજૂ કરનાર 100 સ્માર્ટ સિટી પૈકી બેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવા ચેલેન્જ રાઉન્ડ દ્વારા 18 શહેરોની પસંદગી કરવામાં આવેલ હતી. તેમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ RISEની CITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પસંદગી થયેલ હતી. આ અનુસંધાનમાં તાજેતરમાં તારીખ 3, 4 અને 5મી માર્ચ, 2025 દરમ્યાન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલી એશિયા-પેસિફિક રિજિયનની 12મી રિજિયોનલ 3R અને સર્ક્યુલર ઈકોનોમી ફોરમમાં રાજકોટ મહાનગરપાલિકા વતી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે. નંદાણી દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાને કચરા એકત્રિકરણ અને તેના કમ્પ્લીટ પ્રોસેસિંગ સહિતની પ્રક્રિયા થકી સમગ્ર કચરા વ્યવસ્થાપન પ્રણાલીને વધુ મજબૂત બનાવવા રૂ.135 કરોડની ગ્રાન્ટ મળશે.
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના માનનીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, CITIIS 2.0 પ્રોજેકટના સ્ટેકહોલ્ડર્સ, ગુજરાત રાજ્ય સરકાર વતી રેમ્યા મોહન, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીસ-એડમિનિસ્ટ્રેશન, ગુજરાતની હાજરીમાં CITIIS 2.0 પ્રોજેકટના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાને કચરા એકત્રિકરણ અને તેના કમ્પ્લીટ પ્રોસેસિંગ સહિતની પ્રક્રિયા થકી સમગ્ર કચરા વ્યવસ્થાપન પ્રણાલીને વધુ મજબૂત બનાવવા રૂ.135 કરોડની ગ્રાન્ટ મળશે. જયપુર ખાતેની આ કોન્ફરન્સમાં કમિશનર તુષાર સુમેરાએ રાજકોટમાં હવે પછીના સમયમાં કચરા વ્યવસ્થાપન કઈ રીતે કાર્ય કરશે તે વિશે વિસ્તૃત અહેવાલ આપ્યો હતો.