કોલેજિયન યુવતીની સગાઇ તોડાવી નાખવા માટે નકલી ID બનાવી મેસેજ વાઇરલ કર્યા

રાજકોટના એક વિસ્તારમાં રહેતી કોલેજિયન યુવતીની સગાઇ થઇ હોય કોઇ અજાણ્યા શખ્સે તેના નામે નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના ભાવિ ભવથાર સહિતના પરિવારને ફોટા-મેસેજ કરી બદનામ કરવાની કોશિશ કરી યુવતી અને તેના પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાની ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરી સુરેન્દ્રનગરના સોમાસર ગામના શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં એક વિસ્તારમાં રહેતી અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ ફરિયાદ કરી હતી. જેમાં તેના પરિવાર સાથે રહેતી હોય અને તેની છ માસ પહેલાં સગાઇ થઇ હતી.

અને તે કોઇ મોબાઇલ વાપરતી ન હોવાનું જણાવ્યું હતું. તા.15ના રોજ સવારે તેના સાસુનો ફોન આવ્યો હતો અને યુવતીની માતા સાથે વાત કરી હતી કે, કોઇ અજાણ્યા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મારા પુત્રને ફોટા અને મેસેજ આવ્યા હતા જેમાં લખ્યું હતું કે એન્ડ એન પણ મારાથી વધારે કોઇ નથી આતો ફેમિલીની ખુશી માટે તમારી સાથે સગાઇ કરી લીધી બાકી એ તો મારા કોન્ટેકમાં તે તો રહેશે જ. તેમજ તેને સ્ક્રીન શોર્ટ વોટ્સએપમાં મોકલ્યા હતા. બાદમાં મારા પરિવારમાં પણ બધાને મેસેજ કર્યા હોય તેને ફોન કરી જાણ કરી હતી.

બાદમાં તેને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઇ ગીલવા સહિતે તપાસ કરતા સુરેન્દ્રનગરના સોમાસર ગામે રહેતો યોગરાજ માણશીભાઇ ખાચરના નામે મોબાઇલ નંબર રજિસ્ટર હોય પોલીસે યુવતીની ફરિયાદ પરથી યોગરાજ સામે ગુનો નોધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *