રાજકોટમાં ત્રિ-દિવસીય ન્યુરોસર્જરીની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં ન્યુરોસર્જન એસોસિએશનના વડપણ હેઠળ 28 ફેબ્રુઆરીથી 3 દિવસ સુધી ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઈન્ડિયાના ઉપક્રમે ત્રિ-દિવસીય ન્યુરોસર્જન કોન્ફોરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત ઉપરાંત રશિયા, કોરિયા, સિંગપોર, લંડન સહિત 20થી વધુ દેશોનાં ડોક્ટર્સ ઉપરાંત દેશભરમાંથી 300 જેટલા ન્યુરોસર્જન ભાગ લેવા આવી પહોંચ્યા છે. આજે પ્રથમ દિવસે ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર ડોક્ટર્સ દ્વારા જુનિયર ડોક્ટર્સને લેક્ચર તેમજ ડેડબોડી ઉપર લાઈવ ઓપરેશન અંગે શીખ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 6 કરોડની વસ્તી સામે માત્ર 120 જેટલા, જ્યારે દેશમાં 144 કરોડ વસ્તી સામે માત્ર 1100 જેટલા જ ન્યુરોસર્જન ફરજ બજાવી રહ્યા છે, જે ખુબ જ ઓછા કહી શકાય. આ આંકડો ચિંતાજનક પણ સાબિત થઇ રહ્યો છે.

ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં કોન્ફરન્સઃ ડો. હેમાંગ વસાવડા સૌરાષ્ટ્રના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત 13મી એન.એસ.એસ.આઈ. કોન્ફરન્સ રાજકોટ ખાતે યોજાઇ છે. રાજકોટ ન્યુરોસર્જન એસોસિયેશન દ્વારા આયોજિત 13મી અખિલ ભારતીય ન્યુરોલોજિકલ સર્જન સોસાયટીની કોન્ફરન્સ આજથી શરૂ કરી 3 દિવસ સુધી એટલે કે, આગામી 2 માર્ચ સુધી યોજાનાર છે. આ કોન્ફરન્સમાં દેશભરમાંથી 300 ન્યુરોસર્જન્સ, ન્યુરોનર્સિઝ તથા સહયોગી બ્રાન્ચના ડોકટરો ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત સ્પેન, લંડન ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, જર્મની સહિતના દેશોમાંથી પણ ન્યુરોસર્જનો ચર્ચા વિમર્શમાં ભાગ લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *