શહેરની ભાગોળે આજીડેમ નજીક માંડા ડુંગર પાસેના ગોકુલપાર્કમાં રહેતા માવજીભાઇ કાનાભાઇ અઘાસી (ઉ.વ.70) શુક્રવારે સાંજે ઘર નજીક ચાલીને રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેમને ઉલાળ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.
અન્ય બનાવમાં નવાગામ આણંદપરમાં આવેલી શાંતિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ટીહીયા નથુભાઇ બિલવાસ (ઉ.વ.20)ને વીજકરંટ લાગતા તેમનું મૃત્યું નીપજ્યું હતું. પોલીસે બન્ને બનાવની તપાસ હાથ ધરી છે.