ધોરાજીમાં માતાનું અવસાન થતાં પુત્રીએ પુત્રની ફરજ અદા કરી

ધોરાજીમાં માતાનું અવસાન થતાં પુત્રીએ પુત્રની તમામ ફરજ નિભાવી હતી અને કાંધ આપી અને બાદમાં સ્મશાને જઇને અગ્નિદાહ પણ આપ્યો હતો. હવે મરણોત્તર કાર્યો પુત્રો જ કરે તેવું રહ્યું નથી, પુત્રીઓ પણ પુત્ર સમોવડી સાબિત થઇ રહી છે અને સવાઇ ફરજ નિભાવી રહી છે.

ધોરાજીના તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ વઘાસીયાના પુત્ર મુકેશભાઈ વઘાસીયાના પત્નિ રશ્મીતાબેનનું અવસાન થતાં વઘાસીયા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. તેમને જો કે એક પુત્ર છે તેમ છતા દીકરીએ પણ માતાને કાંધ આપી ભાઇની સમોવડી ઉભી રહી હતી અને પુત્રી નંદીતા અને પુત્ર અર્પિતકુમાર બન્ને ભાઈ બહેને કાંધ આપી માતાને અંતિમ વિદાય આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *