દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં વોર્ડ 1થી 7ના 400થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો

દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભો મળી રહે, તેવા ઉમદા ઉદ્દેશ્યથી રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, જિલ્લાના દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાઈ રહ્યા છે. જે અન્વયે રાજકોટ મહાનગરમાં આજે ગુરુવારે જૂની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાયો હતો.

પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારની યાદીમાં જણાવ્યા પ્રમાણે, દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સહાયક ઉપકરણ મળી રહે, તેવા ઉદ્દેશ્ય સાથે દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી બે દિવસ સુધી ચાલશે. અલીમ્કો-ઉજ્જૈનના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ગુરુવારે 16મી જાન્યુઆરીએ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં રાજકોટ શહેરના વોર્ડ નંબર 1થી 7ના કુલ 427લાભાર્થીએ લાભ લીધો હતો. આગામી તા.17મીએ વોર્ડ નં.8થી 14ના દિવ્યાંગજનોએ તથા 18મીએ વોર્ડ નં.15થી 23ના દિવ્યાંગજનો કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *