જેતપુરમાં નેચરલ યાર્ન ઉપરથી બનતા કાપડનું પ્રિન્ટિંગ થતા કેમિકલ વપરાતું નથી : એસો.પ્રમુખ

જેતપુર ડાંઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા જેતપુર નું સાડી કારખાનાઓનું પ્રદૂષિત પાણી પાઇપલાઇન દ્વારા પોરબંદરના દરિયામાં જે ઠાલવવાનો પ્રોજેક્ટ છે તે અંગે સ્પષ્ટતા કરે છે જેતપુર માત્ર કોટન પ્રિન્ટ એટલે કે નેયરલ યાર્ન ઉપરથી બનતા કાપડનું પ્રિન્ટિંગ કામ કરે છે જેથી આમાં કોઈ સિન્થેટીક ડાયઝ કે કેમીકલ વપરાતું નથી. જેતપુરનો ઉદ્યોગ નાના સ્કેલનો ઉદ્યોગ છે.

ગૃહ ઉદ્યોગ જેવો ઉદ્યોગ છે જે રોજગારી ઉપલબ્ધ કરતો ઉદ્યોગ છે જેની પ્રિન્ટિંગ ક્ષમતા ખુબ જ નાના પ્રમાણમાં છે.જેતપુરના પાણીમાં સીઓડી કે બીઓડીનું પ્રમાણ નહિવત હોય છે. માત્ર ઝઉજનો જ પ્રશ્ન હોય છે જે આફ્ટર ટ્રીટમેન્ટ માત્ર ૪૦૦૦ થી ૫૦૦૦ ઝઉજહોય છે. અને દરીયાના ઝઉજ ૫૦,૦૦૦ હોય છે. આ પાણી એટલે પાસેરામાં પૂણી બરાબર ગણાય. કારણકે પૃથ્વીનું ૭૦% ક્ષેત્રાળ દરિયાનું છે જેમાં ચાર પાંચ કરોડ લીટર પાણી એ ખુબ જ નહિવત પ્રમાણમાં કહેવાય.બીજું કે, અમો નાના ઉપોગકારો છીએ. અમો નિષ્ઠાવાન, પ્રમાણીક અને ધમંત્રીચ ઉદ્યોગકારો છીએ. અમે કોઈને નુકશાન થાય કે કુદરતી સંપદાને કે કોઈ જીવને મારીને અમારો ઉદ્યોગ આ પાણીથી નુકશાન થતું હોય કે બધી બાબતોને સમજીને યોજના બનાવેલ છે.

માત્ર જેતપુરને પ્રોટેકટ કરવા પોલ્યુશન બોર્ડ કે ગુજરાત સરકારને કોઈ જ ફાયદો ન હોય. જો કરવા માંગતા નથી. છેલ્લા ૭૫ વર્ષથી જેતપુરમાં ઉદ્યોગ ચાલે છે આ પાણીથી કોઈ વ્યકિત કે જનાવરને કયારેય કોઈ નુકશાન થયુ હોય એવો કોઈ દાખલો નથી. જેવા કે સ્ક્રીન ડીસીસ કે કેન્સર કે માછલા મર્યા હોય આવી કોઈ ઘટના જેતપુરમાં બનતી નથી. ગુજરાત સરકાર કે ભારત સરકાર કે પોલ્યુશન વિભાગ પર્યાવરયા કે કુદરતી સંપદા બગડતી હોય તો સરકાર કે પોલ્યુશન બોર્ડ કે કોર્ટ એક દીવસ આ ઉદ્યોગને ચાલવા ન દધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *