રાજકોટ શહેરની સબ રજીસ્ટ્રાર કચેરી-ઝોન 1માં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતાં કર્મચારીએ અગાઉ નોકરી કરી ચૂકેલા શખ્સે અન્ય બે શખ્સો સાથે મળી પૂર્વયોજીત કાવતરુ રચી કચેરીના કોમ્પ્યુટરમાં રહેલા હસ્તલેખિત 1956થી 1972ના વર્ષના 17 દસ્તાવેજોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યા ગુનામાં પ્રધ્યુમનનગર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પખવાડિયા બાદ આ કેસમાં સંડોવાયેલ મુખ્ય આરોપી હર્ષ સોનીની અમદાવાદથી ધરપકડ કરી છે અને આજે તેને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આ કૌભાંડની તપાસમાં ડીસીપીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે જેમના દ્વારા આરોપીની પુછપરછ શરૂ કરવામાં આવી છે.
ફરિયાદના પખવાડિયા પછી મુખ્ય સૂત્રધાર ઝડપાયો રાજકોટ સબ રજીસ્ટર ઝોન-1 માં સબ રજીસ્ટર તરીકે ફરજ બજાવતાં અતુલભાઈ મધુભાઈ દેસાઈએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સાહલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી ચાવડાનું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે આઈપીસી 420, 464, 467, 468 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અગાઉ જયદીપ ઝાલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ ફરિયાદ થયાના પખવાડિયા પછી ગઇકાલે પોલીસ દ્વારા મુખ્ય આરોપી હર્ષ સોનીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.