આતંકવાદી મસૂદ અઝહરને હાર્ટએટેક આવ્યો!

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશના નેતા મૌલાના મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો છે. તે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો. અહીં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એટેક બાદ તરત જ મસૂદ અઝહરને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવ્યો હતો. તેને કરાચીની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો અહેવાલો અનુસાર, કાર્ડિયોલોજિસ્ટ ઈસ્લામાબાદથી કરાચી પહોંચી રહ્યા છે. મસૂદ અઝહરને ખોસ્ત પ્રાંતના ગોરબાઝ વિસ્તારમાંથી પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો. તેને ટૂંક સમયમાં રાવલપિંડીની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનની આ કાર્યવાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે તેણે આતંકવાદી મસૂદ અઝહરને છૂટ આપી રાખી છે.

તમને જણાવી દઈએ કે આતંકી મૌલાના મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ફાઉન્ડર છે. તે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. સપ્ટેમ્બર 2019માં ભારતે UAPA હેઠળ અઝહર અને લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને પાકિસ્તાની આતંકવાદી હાફિઝ મુહમ્મદ સઈદને ‘આતંકવાદી’ જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 1999માં કાઠમંડુથી કંદહાર જતી ફ્લાઈટને હાઈજેક કરવામાં આવી હતી, જેમાં મુસાફરોના બદલામાં આતંકી મસૂદને મુક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *