ગોંડલમાં નળથી જળમાં ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ વિજિલન્સ ટીમની તપાસ

સરકાર દ્વારા દરેક નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવેલી નલ સેજલ યોજના ભ્રષ્ટાચારની ગંગોત્રી સાબિત થઈ છે. આ યોજનામાં અનેક જગ્યાએ નળ તો લાગી ગયા છે પરંતુ તેમાંથી જળ આવવાના બદલે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. આવો જ એક કિસ્સો ગોંડલના મોવિયા ગામથી પ્રકાશમાં આવ્યો છે.

ગોંડલ તાલુકાના મોવિયા ગામે નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મોવિયા ગામે એન.આર.ડી.ડબ્લ્યુ.પી યોજના “નલસે જલ”ના કામોમાં ભ્રષ્ટાચારની ઉચ્ચક્ષાએ માજી સરપંચની લેખિત રજૂઆતને લઈને તપાસના આદેશ થયા છે. માજી સરપંચ વાઘજીભાઈ પડારીયા અને ગામના આગેવાન શૈલેષભાઈ ઠુંમર દ્વારા યોજનામાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *