ગોંડલમાં 1267 બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં અપાયા

પુષ્ય નક્ષત્રના દિવસે વિના મૂલ્યે સુવર્ણપ્રાશન ના ટીપાં 0 થી 15 વર્ષના બાળકોને ગોંડલમાં અલગ અલગ જગ્યાઓ પર પીવડાવાયા છે. ગોંડલ ના નિવૃત PGVCL ના કર્મચારી ભીખુભા જાડેજા, ડો. ગજેરા સાહેબ, તેમના ગ્રુપ દ્વારા આજે 13 જેટલી જગ્યાઓ પર સુવર્ણપ્રાશનના નિઃશુલ્ક ટીપાં પીવડાવાયા હતા જેમાં સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી માં 1267 થી વધુ બાળકોએ ટીપાં પીધા હતા.

ગોંડલમાં 13 કેન્દ્રો પર વિના મૂલ્યે ટીપાં પીવડાવાશે. જેમાં ગોંડલ શહેરમાં વેરાઈ હનુમાનજી તુલસીબાગ અંદર, વ્રજ દર્શન હવેલી ભોજરાજપરા શેરી નં -4, દિનદયાલ જન ઔષધ કેન્દ્ર. (મેડીકલ સ્ટોર) ત્રિકોણીયા પાસે, “ઋષિકેશ” ગ્રીનપાર્ક જેતપુર રોડ, સુખનાથનગર માં સુખનાથ મહાદેવ મંદિર ભીખુભા SRP, વૃંદાવન સોસાયટી શેરી નં – 9 ઉમવાળા રોડ મહેશગીરી ગૌસ્વામી, પાંચીયાવદર રામજી મંદિર પાસે, યોગી ડેન્ટલ હોસ્પિટલ બસ સ્ટેશન પાસે, ખોડીયાર નગર સાત ટાંકી પાસે, રાઈટવે ફાઉન્ડેશન, આંગણવાડીઓ, વડવાળી જગ્યા- ખીમદાસબાપુ, મોવિયા ખાતે ટીપા પીવડાવાની કામગીરી કરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *