રાજકોટમાં પ્રથમવાર બિલ્ડર્સને ત્યાં CGSTના દરોડા

રાજકોટમાં પ્રથમવાર બિલ્ડર્સને ત્યાં સીજીએસટીના દરોડા પડ્યા છે. જેમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી છે. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ અને અંબિકા ટાઉનશિપમાં જેમની સાઈટ આવેલી છે તે પ્રાઈડ ગ્રૂપ, આઈકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળિયા એમ્પાયર, મધુવન વિલા અને મંગલમમાં તપાસ હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટના માલિક પ્રિતેશ પીપળિયા અને રોહિત રવાણી હોવાનું ખુલ્યું છે. ગુરુવારે સવારથી હાથ ધરાયેલી તપાસ આખી રાત ચાલુ રહી હતી.પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી છે. આ તપાસ હજુ બે દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. બિલની ચૂકવણી અને બુકિંગમાં રોકડના વ્યવહારો ખુલ્યા. તપાસ દરમિયાન ખરીદ-વેચાણના દસ્તાવેજો કબજે કર્યા છે.

સામાન્ય રીતે બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગ રેડ પાડી મોટા પ્રમાણમાં ટેક્સચોરી ઝડપી લેતી હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર બિલ્ડર્સને ત્યાં સીજીએસટીની ટીમે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઈન્કમટેક્સની પણ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. આથી આઈટી વિભાગને પણ જાણ કરાશે. આ ઉપરાંત જેમણે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે તેમની પણ તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *