રાજકોટ જિલ્લાની 800થી વધુ પ્રાથમિક શાળાઓમા વિદ્યાર્થીઓને 28 ફેબ્રુઆરી સુધી મોડું આવવાનું રહેશે

રાજ્યમાં આગામી દિવસોમાં કોલ્ડ વેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની શિક્ષણ સમિતિ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માફક જિલ્લા પંચાયતની હસ્તકની શાળાઓનો સમય પણ અડધો કલાક મોડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એક પાળીમાં ચાલતી શાળાનો સમય શનિવારે અડધો કલાક મોડો જ્યારે 2 પાળીમાં ચાલતી શાળાનો સમય સવારે અને બપોરે અડધો કલાક મોડો રહેશે. 28મી ફેબ્રુઆરી સુધી આ નિયમ લાગુ પડશે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં આવેલી 800થી વધુ શાળાઓને આ નિયમ લાગુ પડશે.

શાળાઓનો સમય બંને પાળીઓમાં અડધો કલાક મોડો રહેશે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે 11 તાલુકાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન કોલ્ડવેવની સંભાવના છે, જેને પગલે શિયાળાની સીઝનમાં ભારત ઠંડી પડવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં આવેલી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સવારની પાળીની શાળાઓનો સમય શનિવારે અડધો કલાકનો રાખવાનો રહેશે. જ્યારે સવાર અને બપોર એમ બે પાળીમાં ચાલતી શાળાઓનો સમય 28 ફેબ્રુઆરી સુધી અડધો કલાક મોડો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *