રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બુધવારે મળી હતી. જેમાં શાસક પક્ષના કોર્પોરેટરોએ આવેલી દરખાસ્તના સંકલનની કામગીરી શરૂ કરે તે પૂર્વે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સંકલન વેળાએ હાજરી આપતા તમામ સભ્યોએ તેમને આવકાર્યા હતા.
સંકલન બેઠકમાં કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે મનપામાં ડેશબોર્ડ મૂકાશે. જેના દ્વારા દરેક અરજદાર પોતાની ફરિયાદ તંત્ર સમક્ષ સરળતાથી કરી શકશે. આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે. આ નિયમ હવે રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે. તેમજ દરરોજ મુલાકાતીઓ માટે સમય ફાળવણી પણ કરાશે.